TET – 2 પરિણામ જોવા માટે અહી ક્લિક કરો
ઘણા મિત્રો પૂછે કે - TET ની પરીક્ષા એક કરતા વધુ
પ્રયત્ને આપી હોય તો કયા ગુણ ગણાશે ?
મિત્રો - તા. ૨૭/૦૪/૨૦૧૧ ના ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના
ઠરાવ ક્રમાંક -પીઆરઈ -૧૧૧૧- ૭૧૧-ક મુજબ શિક્ષક યોગ્યતા કસોટીના
પ્રમાણપત્રની માન્ય અવધિ પાંચ વર્ષની રહેશે તથા એક કરતા વધુ
વખત પરીક્ષા આપી શક્શે અને તેવી સ્થિતિમાં
છેલ્લી કસોટીના
ગુણ પસંદગી માટે માન્ય ગણાશે.
મારી સમજ પ્રમાણે આનો અર્થ એવો થાય કે પ્રથમ પ્રયત્ને નાપાસ હોઈએ અને બીજા પ્રયત્ને પાસ થઈએ તો બીજા પ્રયત્ન(છેલ્લી પરીક્ષા ) નું પાસનું પ્રમાણપત્ર ગણાશે અને તેજ રીતે પ્રથમ પ્રયત્ને માનીલો કે સારા ગુણ સાથે પાસ થયા છીએ પરંતુ બીજા પ્રયત્નમાં નાપાસ થયા હોઈએ તો છેલ્લી પરીક્ષા એટલેકે બીજી પરીક્ષાના ગુણ એટલેકે નાપાસ પ્રમાણપત્રના ગુણ ધ્યાનમાં લેવાય. જે અરજી માટે ક્વોલિફાય ગણાય નહિ.
વધુ માહિતી માટે આ સાથે તા. ૨૭/૦૪/૨૦૧૧ નો પરિપત્ર સામેલ છે. પરિપત્રના અંતમાં નોંધ નંબર (૫) ખાસ વાંચવી.
સોજ્ન્ય JITENDRA
PATEL(Smt.M.K.patel
High School )
No comments:
Post a Comment